धीरुबेन पटेल
Dummy data is simulated information used as a placeholder for testing, development, or demonstration purposes.
₹450.00
ભારતી રાણે
પ્રવાસવર્ણનો, લલિત નિબંધો, નવલકથા જેવા સાહિત્યપ્રકારોમાં ખેડાણ કર્યા બાદ લેખિકા ભારતી રાણે ટૂંકી વાર્તાઓ પર કલમ અજમાવે છે. તેમની વાર્તાઓનું પોત સ્વપ્નો અને કલ્પના કરતાં જિવાતી જિંદગીની વાસ્તવિકતાથી બંધાયું છે. વિવિધ દેશોના પ્રવાસ દરમિયાન તેમને થયેલા
₹200.00
કિશોર વ્યાસ
સાહિત્યની સમીક્ષાને પોતાના અભ્યાસનો વિષય બનાવનાર અભ્યાસુ કિશોરભાઈ વ્યાસે સાહિત્યનાં વિભિન્ન પાસાં પર પ્રકાશ પાડ્યો છે. ચાર ભાગમાં વહેંચાયેલા આ પુસ્તકના પ્રથમ ભાગમાં વિવેચનોના અભ્યાસ લેખો પ્રગટ કરાયા છે, જેમાં મુખ્યત્વે સામેલ છે વિવેચક રમણ સોનીના
₹350.00
ખેતરમાં હળ ચલાવનાર ધરતીપુત્ર જ્યારે કાગળની ધરતી પર કલમનું હળ ચલાવે છે ત્યારે ઊગે છે વાઢ જેવો નિબંધસંગ્રહ. કૃષિ વ્યવસાય સાથે જોડાયેલા પરિવારમાં સૌરાષ્ટ્રમાં જન્મેલા નીલેશ ગોહિલ ઋતુ પ્રમાણે પાક તો લણી જાણે છે, પરંતુ વાવણીથી લઈને લણણી સુધીની આખી
₹175.00
કવિ શ્રી ભાગ્યેશ જ્હાનો સંબંધ આમ તો કવિતા સાથે, તેથી વધીને સંસ્કૃત સાથે પણ ખરો. પરંતુ આ બહુઆયામી સર્જક જ્યારે નિબંધો લખવા બેસે ને તેય પાછા પ્રકૃતિમય થઈને, ત્યારે આપણને મળે છે ‘પર્ણમર્મર’. ગ્રામ્ય પરિવેશમાં ઉછરનાર ભાગ્યેશભાઈને નાનપણથી જ પ્રકૃતિ
₹250.00
આ પુસ્તકમાં રજૂ કરેલા સૉક્રેટિસ સાથેના કાલ્પનિક સંવાદો વાચકોને અનેક રીતે ઉપયોગી થઈ શકે તેમ છે. એક તો, આ સંવાદોમાં, મુખ્યત્ત્વે ભારતના સંદર્ભે, કરેલી અનેક ધાર્મિક, સામાજિક, રાજકીય, અને સાંસ્કૃતિક મુદ્દાઓની, તાર્કિક અને ગહન ચર્ચા વાચકોને સામાજિક એકતા
કૉન્ક્રીટનાં જંગલોમાં કેદ થતો જતો માનવી ધીમે ધીમે પ્રકૃતિથી વિખૂટો પડતો જાય છે. આવા સમયે કવિ-લેખક યજ્ઞેશ દવે પોતાના પ્રકૃતિપ્રેમને વિવિધ લલિત નિબંધોમાં ઢાળી આપણને પ્રકૃતિના સાંનિધ્યમાં લઈ જાય છે. જેને જોઈને માણસને અનેરો આનંદ થાય તેવાં પંખીઓના રંગ,
₹300.00
‘જીવન વહેતું ઝરણું છે.’ આ ઉક્તિને સાર્થક કરે છે કુદરતનાં વિવિધ રમ્ય સ્થળોના પ્રવાસે નીકળી પડનાર રાજેશ્વરી પટેલ. બરફાચ્છાદિત પર્વતો, વાદળોમાં ઢંકાયેલી ગિરિકંદરાઓ, હરિયાળી વનસ્પતિમાં ખોવાયેલાં ગીચ અરણ્યો, ટેકરી કે તળેટી પર વસેલાં સુંદર ગામ અને નગરો.
₹225.00
વરિષ્ઠ સાહિત્યકાર અને સાહિત્યમર્મી ચન્દ્રકાન્ત ટોપીવાળાની પત્રચર્ચાઓ અને આવેલા ચર્ચાપત્રોનો કવિ રાજેન્દ્ર પટેલ સંપાદિત સંચય ‘વિનિમય વિવિધા’. કોઈ પણ સાહિત્ય વિવેચન વિના વામણું છે. આપણી ભાષાના વરિષ્ઠ સાહિત્યકાર ચન્દ્રકાન્ત ટોપીવાળાએ સાહિત્યસર્જનની
‘અનંત’ અને ‘બહુ’ની સંવાદિતા દ્વારા ‘એક’ને પૂર્ણ અભિવ્યક્તિ આપવી એ જ સર્જનાત્મકતા પાછળ રહેલું સત્ય છે. આ જ વિચારને રવીન્દ્રનાથ પોતાના અલગ-અલગ વિષયો પર આધારિત વક્તવ્યો અને કેટલાક નિબંધોમાં પ્રસ્થાપિત કરે છે. શું છે કવિનો ધર્મ? સર્જનાત્મકતાનો આદર્શ શું
આ પુસ્તિકામાંના નિબંધો ત્રણચાર મિનિટમાં વાંચી શકાય એવા લઘુનિબંધો છે પણ એમાં, કળીમાંથી ફૂલ ખીલે એમ સહજપણે સર્જકની વિચારલીલા ખૂલતી જાય છે ને ખીલતી જાય છે. સંવેદનની ભિનાશવાળા આ નિબંધો વાતવાતમાં વાચકને વિચારતો કરી દે છે ને એમાંનો સર્જક ઉદ્ગાર એને
યુવા લેખક મયૂર ખાવડુ પોતાના પ્રથમ પુસ્તક ‘નરસિંહ ટેકરી’ સાથે ગુજરાતી નિબંધવિશ્વમાં પગરણ માંડી રહ્યા છે. હિરણ નદીને કાંઠે તાલાલા ગીરમાં આવેલી નરસિંહ ટેકરી, જ્યાં વીતેલા બાળપણની દરેક પળને પોતાની સ્મૃતિમંજૂષામાં અકબંધ રીતે સાચવી અને શબ્દદેહ આપી જીવંત
શ્રી યોગેશ વૈદ્ય પાસે લાંબો – પચાસ વર્ષોનો અનુભવ છે – પોતાના જીવનનો અનુભવ, શેરી, સમાજ, બજાર, સ્વજનો-પ્રિયજનો, પાડોશીઓ, પર્વો-પ્રસંગો, શિક્ષણ, રાજકાજના વારાફેરા, એકાધિક કસબા-શહેર અને નગરનું રોજિંદું જીવન, ઘરમાંની સંકડાશો સામે હૃદય-મનની સમુદારતાં
આ પુસ્તકમાં વાચકોને એક સંવેદનશીલ છતાં આક્રમક મિજાજ ધરાવતા કટારલેખક અનિલ જોશીનો પરિચય થાય છે. રાજકીય પરિસ્થિતિ પર વ્યંગસભર ચાબખાથી લઈને દંભી ધર્મગુરુઓને છડેચોક ઉઘાડા પાડવા સુધી તેમની કલમ તરખાટ મચાવે છે. તો બીજી તરફ ભાષાનાં બખડજંતર, બેશરમ મીડિયા અને
શબ્દ. એ અવાજ કરતાં પણ વધારે મહત્ત્વનો છે. આદિમાનવે આડી-ઊભી-ત્રાંસી લીટીઓ અને ચિત્રો દોરી, એને ગતિમાન બનાવી ભાષાનો આરંભ કર્યો અને સદીઓ જતાં ભાષા વિકસી. આ ભાષાએ આપણને પ્રાથમિક શબ્દો આપ્યા. આમ છતાં અવાજ તો સંદેશ-વ્યવહાર માટે પ્રાથમિક લક્ષણ બની જળવાઈ
માણસે પોતાના ભણતરને પોતાનું જ એક અંગ બનાવવાનું છે અને પોતાના સમગ્ર વ્યક્તિત્વ અને એકંદર હીરમાં તેને ભેળવી દેવાનું છે. ગમે તેવી ઊંચી કે મોટી ડિગ્રી તમને મજબૂત બખ્તર જેવી લાગે, પણ આવા કોઈ પણ બખ્તરની કિંમત મર્યાદિત છે. ખરી કિંમત તમે જે કંઈ ભણ્યા-શીખ્યા
માણસને બધું જ માણવું હોય છે, પણ પોતાના સમયને જ માણવાનું ભૂલી જાય છે. આખી દુનિયા સાથે દોસ્તી કરવી હોય છે, પણ પોતાની જાત સાથે જ મિત્રતા કરવાનું ભૂલી જાય છે. સરવાળે થાય છે એવું કે માણસ પોતાના માર્ગથી જ ભટકી ગયો હોય એવું એને લાગવા માંડે છે. થોડુંક
₹265.00
અત્યારનો સમય બહુ ફાસ્ટ થઈ ગયો છે. ઇન્ટરનેટે દુનિયાને કમ્પ્યૂટર અને મોબાઇલ ફોનના સ્ક્રીનમાં સમાવીને લોકો સામે ધરી દીધી છે અને માણસ પણ જાણે આખું જગત મુઠ્ઠીમાં હોય એવી રીતે જીવવા લાગ્યો છે. બધાને ટૂંકા સમયમાં ઊંચા થઈ જવું છે. બધું ઝડપથી મેળવી લેવું છે.
સુખ અને દુઃખ એ જિંદગીનાં સનાતન સત્યો છે અને એ પણ સત્ય છે કે બેમાંથી કોઈ જ કાયમી નથી. દુઃખને જીરવવા કરતાં દુઃખને સમજવું જરૂરી છે. માણસ મોટા ભાગે કામચલાઉ રીતે આવેલી સમસ્યાઓને દુઃખ સમજી લે છે અને દુઃખી-દુઃખી થઈ જાય છે. સુખને સરખી રીતે માણવા માટે
જિંદગીને ઉત્સવની જેમ માણો... જિંદગી ફક્ત જીવવા માટે નથી હોતી, પણ સાર્થક કરવા માટે હોય છે. જિંદગીની સાર્થકતા સુખ અને શાંતિમાં છે, જિંદગીની સાર્થકતા પોતાના લોકો સાથે દરેક ક્ષણ શ્રેષ્ઠતાથી જીવવામાં છે, જિંદગીની સાર્થકતા કોઈને મદદરૂપ થવામાં છે અને
₹275.00
પ્રત્યેક માનવીના જીવનમાં એક ક્ષણ એવી ઊગે છે, જ્યારે તેને પ્રશ્ન થાય છે : હું કોણ છું? એકવીસમી સદી વિજ્ઞાનની સદી છે. વિજ્ઞાનમય વિશ્વમાં જીવન જીવનાર માનવી, જો “માનવ” તરીકેની પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવામાં નિષ્ફળ નીવડશે, તો માણસ અને રૉબોટમાં કોઈ
કાજલ ઓઝા વૈદ્ય
આપણે જિંદગી જીવીએ છીએ. રોજેરોજ શ્વાસમાં ભીતર લઈએ છીએ અને ઉચ્છ્વાસમાં એને બહાર કાઢી નાખીએ છીએ. આંખનાં આંસુ, હોઠનું સ્મિત, સ્પર્શની સંવેદના કે મનમાં ચાલતી ઊથલ-પાથલ બનીને 'જિંદગી' પળેપળ આપણી સાથે, આપણી આસપાસ અને આપણી ભીતર રહે છે તેમ છતાં આપણે ક્યારેય
સમગ્ર બંગાળનું પરિભ્રમણ કરી એકેએક બાઉલને પ્રત્યક્ષ જાતે મળી સો વાતોની વિગતો એકઠી કરી છે! કેવો જબરો પરિશ્રમ! કોણ છે આ બાઉલ સંતો? આચાર્ય ક્ષિતિમોહન સેન ભારતીય સંતપરંપરાને બે શ્રેણીમાં વિભાજિત કરે છે, એક લોકવેદ અને બીજો અનભૌ સચ. જે લૌકિક પરંપરા તેમ જ
પુરાકથાઓ, લોકકથાઓ અને સાહિત્યની અનેક પ્રેમકથાઓ અમર થઈ છે તથા વાસ્તવ જગતમાં પણ અનેક પ્રેમકથાઓ રચાઈ છે અને રચાતી આવશે. તેમાંથી કેટલીક પ્રેમકથા વાસ્તવિક હોવા છતાં દંતકથારૂપ બની ગઈ. તેમાંની જ એક પ્રેમકથા એટલે ‘સ્વાન લેઇક’ નટક્રેકર જેવા બૅલે, અનેક ઑપેરા
રમણીક સોમેશ્વર ઘડી વાર પણ ભૂલવા દેતા નથી કે આ નિબંધો સંવેદનશીલ કવિએ લખ્યા છે. નિબંધ લખતી વેળા એ કવિતામાં વિચારે છે, એમનું ગદ્ય અનેક જગ્યાએ કાવ્યપંક્તિ બની જાય છે, વિચારની સાથે સંવેદનોની ઝાંય ઝબકાવતું રહે છે, જાણે વિવિધ રંગી સ્ફુલ્લિંગો ચારે બાજુ
Life is nothing but an opportunity to grow, to explore the wider horizons; and an opportunity to learn and share our learning with others. It is often said; “Learn from the mistakes of others as we don’t have time to make them all.” With this
રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમ એકબીજાના પર્યાયો નથી, બંને સમાનાર્થી નથી. કેમ કે દેશપ્રેમ સહજ, સ્વાભાવિક, કુદરતી છે. જેમ તમને તમારો પરિવાર વહાલો છે એવી જ રીતે જે દેશમાં તમે જન્મ્યા એ દેશ પ્રતિ તમને અાપમેળે જ વહાલ ઊપજે છે, જ્યારે ‘રાષ્ટ્રવાદ’ બહારથી
₹375.00
સુપ્રસિદ્ધ સર્જક વીનેશ અંતાણીના નિબંધસંગ્રહ ‘પોતપોતાનો વરસાદ’ના નિબંધોમાં એમણે જાત સાથે કરેલી અંગત અને આપણા સૌની વાતો છે. કોઈ સંવેદનશીલ સર્જક મુંબઈ જેવા મહાનગરમાં એકલો પડે ત્યારે એનું ભાવવિશ્વ અલગ જ રૂપમાં પ્રગટ થાય છે. સર્જનાત્મકતાથી છલકાતા આ
માનવજીવન અને માનવમનની સંકુલતાનો તાગ સહેલાઈથી મળતો નથી. એના વિશે જેટલું લખાશે, ઓછું જ પડશે. સાહિત્ય અને અન્ય કળાઓ તથા સામાન્ય માણસ પોતાની રીતે જીવનનો વ્યાપ અને મનનું ઊંડાણ સમજવાનો પ્રયત્ન કરે છે. ‘ભીતરનું આકાશ’ સુપ્રસિદ્ધ સાહિત્યસર્જક વીનેશ અંતાણીના
તુષાર શુક્લ
આવનારા સમયમાં પરંપરાગત વ્યવસ્થાઓએ પડકારનો સામનો કરવો પડશે. પરંપરાગત માન્યતાઓ સામે પ્રશ્નાર્થ મુકાશે. કેટલુંક બદલાશે. કેટલાકે બદલાવું પડશે. સમયના પ્રવાહમાં જૂનું વહી જાય. નવું રચાય. નિત્યનૂતના છે એટલે તો રસપ્રદ છે જીવન. પરંતુ જેમ જંગલમાં દવ લાગે ને
સોળમું વર્ષ કવિતામાં ખૂબ ગવાયું છે ને સમાજમાં વગોવાયું પણ છે! આ વર્ષ teenage ની મુગ્ધયાત્રાનું શિખર છે. અધૂરપની મધૂરપનો સ્વાદ માણવાનો મુકામ છે. પશ્ચિમમાં એનો અર્થ સ્વાતંત્ર્ય છે. પૂર્વમાં એનો અર્થ સમજણ છે. સોળે સાન! સ્વાતંત્ર્ય પણ સમજદારીથી શોભે.
કન્યાવિદાયની કરુણમંગલ ક્ષણ વિષે કેટલું લખાયું છે... ને લખાયું એથી વિશેષ અનુભવાયું છે... એમાં વળી એક પુસ્તક શાને? જે દીકરી દ્વારેથી વિદાય થઈ હશે અને જે દરવાજે એણે ઉંબર ઓળંગીને ગૃહપ્રવેશ કર્યો હશે એ બંને ઘર આ પ્રસંગનો મહિમા અનુભવતા જ હશે. દરવાજે
આ પુસ્તકમાં સ્ટોરીટેલિંગ ફૉર્મેટમાં લખેલી હ્યુમન સ્ટોરીઝ એટલે માનવસંવેદનોની અનુભવકથાઓ છે. જેમાં થોડું વિજ્ઞાન ને ઝાઝી માનવીય લાગણીઓ છે. અહીં રજૂ થયેલી વાર્તાઓમાં ડૉ. મૌલીન શાહે અનુભવેલાં અને તારવેલાં સંવેદન ભાવકના લાગણીતંત્રને કરુણાના સંસ્કાર આપે
ગુજરાતી નિબંધોના આ સંગ્રહમાં નિબંધકાર કહે છે, “‘બારી પાસે’ના આ નિબંધોએ ઘણી વાર સ્થળ અને કાળનિરપેક્ષ વિહાર કરાવ્યો છે. આ ‘બારી પાસે’ અવનવા અર્થો લાધ્યા, નવી અનુભૂતિઓએ આકાર લીધો.” આમ તો, નિબંધકાર પાસે જ નહીં, સૌ કોઈ પાસે, “અંદર-બહાર એકાકાર થયેલી બારી”
₹150.00
‘જો સાહિત્યપદાર્થને ઉત્તમ રીતે વાચક સુધી પહોંચાડવું હોય તો નીવડેલી રચનાઓના રસપ્રદ શૈલીમાં આસ્વાદ કરાવવા જોઈએ.’ એમ માનનારા કવિ-વિવેચક રાજેન્દ્ર પટેલના આ પુસ્તકમાં સાહિત્યના ચાર પ્રકારોના આસ્વાદલક્ષી લેખોનો સમાવેશ થયો છે. ગુજરાતી સાહિત્યના યુગમૂર્તિ
₹140.00
સાહિત્યિક નિબંધોનું આ પુસ્તક રાજેન્દ્ર પટેલનાં સર્જનાત્મક લેખન અને વિવેચકીય દૃષ્ટિકોણને દર્શાવે છે. પુસ્તકમાં ભોગીલાલ ગાંધી અને નારાયણ દેસાઈ તથા નિરંજન ભગત અને ભોળાભાઈ પટેલ સાથેના સાહિત્યને ઉપકારક એવા લેખકના વૈચારિક સંવાદો છે; સાથે સાથે નોબૅલ
₹125.00
મહેક એ ફૂલોની ઓળખ છે, સદ્ગુણ એ માણસની ઓળખ છે. આ પુસ્તકમાં સદ્ગુણોની નાની નાની વાતો પ્રેરક પ્રસંગોના માધ્યમથી મુકવામાં આવી છે. આ પ્રસંગો કોઈના પણ જીવનમાં સદ્ગુણોની સુગંધ ફેલાવશે. જીવનને તેજસ્વી, ઓજસ્વી અને રાજસ્વી બનાવી દેતા આ
₹1,800.00
મોટા ભાગના લોકો વીતેલાં વર્ષો વિશે અફસોસ કર્યા જ કરે છે... ‘હવે શું?’ એ એમનો પર્મેનન્ટ પ્રશ્ન હોય છે! અગત્યનું એ છે કે હવે પણ ઘણું બાકી છે. આપણે બધા વહી ગયેલાં વર્ષો વિશે એટલા બધા નિરાશાજનક છીએ કે આવનારાં વર્ષો તરફ જોઈ શકતા જ નથી. બહુ ઓછા લોકોએ
ટીનએજ વટાવી ગયેલાં સંતાનો જ્યારે માતા-પિતાની લાગણીને ન સમજી શકે અથવા સમજવાનો ઇનકાર કરે ત્યારે માતા-પિતાના હૃદયને કેટલી પીડા થતી હશે! આપણને પણ આપણાં માતા-પિતા વિશે ક્યારેક વિરોધ, ગુસ્સો કે અણગમો થયા હશે, આપણે પણ સામે બોલ્યાં હોઈશું કે એમને દુઃખ થાય
સત્ય તો એ છે કે જો ખરેખર એટલું જ દુઃખ થયું હોય તો જેણે તમારી સાથે બેવફાઈ કરી, ખોટું કર્યું, દગો કર્યો એને છોડીને જવાની આપણામાં હિંમત હોવી જોઈએ. આવી હિંમત હોતી નથી કારણ કે, જે-તે વ્યક્તિ પાસેથી પોતાને ઘણું બધું જોઈતું હોય છે. વ્યક્તિને છોડવાની કે
શક્ય છે કે પીડાના સમયમાં, ડૂમો ભરાયો હોય કે અકળામણ થઈ ગઈ હોય, ગૂંચવાઈ ગયા હોઈએ, ફસાઈ ગયા હોઈએ અને મન ભરાઈ આવ્યું હોય ત્યારે આપણી સામે જે આવે એની પાસે રડી દેવાય અથવા બોલી દેવાય... પરંતુ બને ત્યાં સુધી આ પરિસ્થિતિ ટાળવી. જ્યારે મન ભરાઈ જાય, ડૂમો ભરાઈ
કેટલાંક એવાં માતા-પિતા છે જે સંતાનને સતત વખોડ્યા અને વગોવ્યા કરે છે. એમનો દીકરો કે પુત્રવધૂ ગમે તેટલી સેવા કરે કે ગમે તેટલું ધ્યાન રાખે એમને ઓછું જ પડે છે. વાંધા પાડવાની ઑલિમ્પિકમાં આવાં માતા-પિતાને ગોલ્ડ મેડલ મળી શકે એમ છે. સંતાનો તેમ છતાં મૂંગે
આપણે સૌ પરમપિતાના સંતાન છીએ. ઈશ્વર સાથે જોડાયેલા આપણા અસ્તિત્વના તાર આમ જુઓ તો એકસરખા છે. કેટલાક લોકો આ અનુસંધાનને ઓળખે છે જ્યારે, આપણે બધા પરમતત્ત્વ સાથેના આપણા અનુસંધાનને અવગણીએ છીએ. ઈશ્વરનું અસ્તિત્વ આપણા માટે આપનારનું છે, અથવા તો રક્ષકનું છે.
આમ જુઓ તો આપણે જે કંઈ જીવ્યા છીએ તે ફરી ફરીને જીવી રહ્યા છીએ. આપણા મિત્રો, સ્વજન, પ્રિયજન, પરિવાર, પ્રેમી કે દુશ્મન બધા જ આપણી પાસેથી કંઈ લેવા કે કંઈ આપવા આપણને મળતા રહે છે. સુખ આપીશું તો એને પાછું લેવા માટે મળવું પડશે... દુઃખ આપીશું તો એ આપણને
જે સંબંધો સુંવાળા નથી એ સંબંધોને પકડી રાખવા સરળ છે, કારણ કે એ સરકી જાય એવા લિસ્સા નથી, પણ ટકી જાય એવા ખરબચડા છે. આપણને બધાને આપણા અહંકાર સાથે ખૂબ પ્રેમ છે. દર્પ-અહંકારનું સૌથી મોટું પ્રતીક દર્પણ છે, જેમાં દર્પને પંપાળવાની મજા આવે છે, એ જ તો દર્પણ
માણસનું મન જ એના જીવનમાં બનતા પ્રસંગોની અનુભૂતિને સુખ અને દુઃખમાં ટ્રાન્સલેટ કરે છે. કેટલાક લોકો પીડાને પણ પ્રસંગ બનાવી શકતા હોય છે, જ્યારે કેટલાક લોકો માટે પ્રસંગ પણ પીડા બની જતી હોય એવું આપણે નથી જોયું? ધોમધખતો તાપ, વરસાદની પહેલાંના છડીદારની જેમ
‘સફરનામા’ પ્રવાસની નોંધ છે. પણ એમાં તમારે દુનિયાનો ગોળો સામે રાખીને કે શહેરના નકશા પાથરીને કૈં શોધવાનું કે એ પ્રમાણે next tripનું આયોજન નથી કરવાનું, કારણ કે અહીં એવી કોઈ અજાણી જગ્યાઓ નથી. તમેય ત્યાં જઈ આવ્યાં હો એવી પૂરી શક્યતા છે. એટલે અહીં કશું
₹325.00
મને આ ‘નામા’ શબ્દ ગમે છે. મનનો સ્વભાવ સ્વૈરવિહાર છે. એ જુએ છે ને જીવે છે એની વાત કરે છે. જેમ એ જમીન પર પગલાં માંડે છે એમ જ કલ્પનાની પાંખેય ઊડે છે. એનું ઉડ્ડયન ગરુડ સરીખુંય હોય છે ને પતંગિયા સરીખુંય હોય છે. ક્યારેક એ સડસડાટ ઊડીને લક્ષ્ય સુધી પહોંચે
જે સહુથી વધુ અઘરું કામ છે તે છે સહજ થવું ને રહેવું. મહોરા વિના આ જિંદગીના મેળામાં મજા નથી આવતી. જે આપણે નથી એ -સારા કે ખરાબ- આપણે દેખાવા માંગીએ છીએ ને એ માટે આપણી પાસે આપણાં કારણો છે. આ મહોરાને કારણે પાત્રોનું વૈવિધ્ય મળે છે. પરંતુ ચોવીસ કલાક
આ એક એવી ડાયરી છે જેનું લખાણ કોઈ તારીખ-વારના સમયસંદર્ભથી પર છે. ડાયરી લખનારનો એ પાછળ હેતુ એ છે કે કોઈ એને આધારે નકશો ન રચે. કારણ કે આ પ્રવાસ, સફર, યાત્રા સહુએ પોતે પોતાની જાતે જ, પોતાની સાથે જ કરવાનાં છે. એમાં એકની તૈયારી અન્યને કામ ન આવે. સહુનો
માણસ શું છે? સ્મરણો રચતો ને સ્મરણમાં રાચતો જીવ છે. આ પ્રક્રિયા જીવનપર્યન્ત ચાલે છે. પણ કેટલાંક સચવાય છે, કેટલાંક વીસરી જવાય છે. અને આ કશું આપણી પસંદ - ના પસંદ પર આધાર નથી રાખતું. ગમતું ને અણગમતું કૈં પણ સચવાય ને ભુલાય છે. અણગમતું ભૂલવાની મથામણમાં
લેખકની લોકપ્રિય કૉલમ ‘ઑફબીટ’નો આ પાંચમો લેખસંગ્રહ છે. નાના નાના, વાંચવાની મજા પડે એવા વિચારનો તણખો પ્રગટાવી દે તેવા 54 લેખોના આ સંચયમાં પુષ્કળ વિષયવૈવિધ્ય છે. અહીં એક તરફ જે. કૃષ્ણમૂર્તિ અને ખુશવંત સિંહ છે, તો બીજી તરફ હળવું મૌલિક ચિંતન છે. ક્યાંક
ધીરુબેન પટેલ
પુસ્તકની વાંચનસામગ્રી એના શીર્ષક પરથી જ સ્પષ્ટ થઈ જાય છે. અહીં ધીરુબહેન પટેલ એક તરફ ઝુમ્મરિયા જાસૂદ અને કામિનીનાં ફૂલથી લઈને શિરીષની કલગી સુધીની વાત કરે છે, તો બીજી તરફ પ્રફુલ્લિત રહેવાની કલા શીખવે છે. તેઓ મુંબઈમાં વિકસેલી એમની લેખનપ્રક્રિયા વિશે પણ
પ્રેમ જેવી સૌથી અંગત અને ખાનગી લાગણીને ક્યારેય નિશ્ચિત ચોકઠામાં બેસાડી શકાતી નથી. છતાંય તુષાર શુક્લ જેવી સંવેદનશીલ વ્યક્તિ પ્રેમના સંદર્ભમાં એક ચોકક્સ શબ્દાકાર ઊભો કરવાની કોશિશ કરે ત્યારે આકર્ષક પરિણામ આવ્યા વગર ન રહે. પ્રેમની કંઈકેટલીયે વ્યાખ્યાઓ
જીવન પ્રગટપણે ભર્યુંભાદર્યું હોય તો પણ અંદરનો કોઈ ખૂણો સૂનો રહી ગયો હોય એવું બને. અચાનક કોઈક વ્યક્તિ જીવનમાં પ્રવેશે ને એ સૂનો ખૂણો જીવંત બની જાય, સહેજ મોળું થઈ ગયેલું જીવન ગળ્યું થઈ જાય અને જીવનમાં એક વિશિષ્ટ ઊર્જા ઉમેરાઈ જાય એવુંય બને. તુષાર શુક્લ